Vande Mataram..
It is to state that to provide higher education to the students of remote villages
of Gujarat, Gujarat Government has established Government Arts and Commerce College
at Vanthali (Sorath). I expect that a student who takes admission in this college would
be developed holistically, provided quality education and would be enabled to
channelize his/her expertise by co-curriculum activities. I, along with my staff members,
would actively train students for their holistic development. I anticipate to provide best
education, co-curriculum activities, candidature for competitive exams and training and
guidance for the same to be tested by the upcoming challenges in their life. Here by, I,
along with my all staff members, give assurance to provide possible best teaching learning
practices. The attempt would contribute in national and state development by providing
opportunity for higher education to the students of remote villages with nominal fees.
વંદેમાતરમ...
સાથે જણાવતા હર્ષ અનુભવું છુ કે ગુજરાત સરકારશ્રી દ્વારા છેવાડાના ગ્રામ્ય વિદ્યાર્થીઓને
શિક્ષણ મળી રહે તેવા હેતુથી વંથલી (સોરઠ) ખાતે સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની
શરૂઆત કરવામાં આવી છે. આ કોલેજમાં એડમીશન લેનાર તમામ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય,ગુણવત્તા-
યુક્ત શિક્ષણ મેળવે અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી નિપુણતાઓ
બહાર લાવી તેને યોગ્ય દિશાસૂચન દ્વારા શિક્ષણ આપવાની અપેક્ષા રાખું છુ.
હું તથા સર્વે સ્ટાફ મિત્રો દ્વારા તમામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રવૃત્ત રહીશું. તેમાં શિક્ષણ,
સહ સહઅભ્યાસિક પ્રવૃત્તિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ વગેરેની તૈયારી તથા તે અંગેનું યોગ્ય માર્ગદર્શન,
તાલિમ આપીને આવનારા પડકારોને જીલવાની શક્તિ નિહિત કરવાની ઈચ્છા સેવું છુ. તે માટે હું
તથા સંસ્થાના સર્વે કર્મચારીગણ યથા યોગ્ય યોગદાન આપવાની ખાતરી આપીએ છીએ. જે આપણા
દેશ અને રાજ્યના વિકાસમાં સહભાગી બનશે સર્વેનો વિકાસ થશે અને સર્વેને નજીવી ફી દ્વારા શિક્ષણ
પ્રાપ્ત કરવાની તક મળશે તેમાં જ માનવ જીવનનું કલ્યાણ રહેલું છે.