“કેળવણી”

ભારતીય શિક્ષણની વર્તમાન અને ભાવી સંભાવનાઓ આવા વિષય ઉપર ગોષ્ઠિમાટે જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે પ્રથમ તો કેળવણી ને સમજવી જરૂરી છે, સરકારના વર્ષોના પ્રયાસો પછી પણ કેટલીક બાબતો ઉડી ને આંખે વળગે તેવી છે તો આજે આપણે સોં સાથે મળી થોડો સમજવા પ્રયાસ કરીએ . अन्धं तं: प्रविशन्ति ये अविधामुपासते| ततो भूय ईव ते तमो य उ विध्यारता:| विधा चा विधा च यस्तदेदो भयं सह | अविधा मुत्यु तीत्वा विध्याड:मूतमश्व्नुते| જેઓ જેઓ અ વિધા (ભોતિક વિદ્યા ઓ ને ઉપાસે છે તે અધારમાં આથડે છે પણ જેઓ કેવળ વિધામાં એ (છેવટના ત્તત્વની ખોજ કરવાની વિદ્યા માં) જ પરિપૂર્ણતા માને છે તે તો તેથીયે મોટા અંધારામાં આથડે છે. જેઓ વિદ્યા (તત્વજ્ઞાન) વડે અમૃત ને પામે છે તે શાંતિ મેળવે છે. દેહપાત વિના જ નવો જન્મ ધારણ કરવાની – દીજ્ત્વ પામવાની શક્તિ મનુષ્યજાત ને જ વરેલી છે બાળક આંખ કાન આદિ સ્થૂળ ઇન્દિયો દ્વારા પશુ પક્ષી ઓની જેમ માત્ર રોજીદું જીવન જીવવા પુરતી તાલીમ મેળવીલે છે ત્યારે તેનો પ્રથમ જન્મ પૂરો થાઈ છે અને તે જ્યારે વર્ષોજ નહીં પણ પેઢીઓ પહેલાની માનવજાતે મેળવેલા આચાર વિચારના વરસા ને મેળવવા પાગરણ માંડે છે ત્યારથીજ તેનો બીજો જન્મ શરૂ થાય છે સામાન્ય રીતે આવા બીજા જન્મ ની પુર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતા વધારે સારી રીતે શાળા મહાશાળાના વ્ય્વસ્થિત વર્ગોમાં થાય છે ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલા અતીત વારસાનું તેમજ પોતાની કલ્પના અને આવડતથી તેમાં કરેલા વધારાનું વિતરણ કરે છે. આમ દ્વિજત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડ દેવડ ચાલે છે તેજ ખરૂ વારસાનું વિતરણ છે પરંતુ માત્ર વર્ગમાં સામુહિક રીતે થયેલ તે લેવડ દેવડ જ્યારે લેખબ્ધ્ધ થઇ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે તે વિતરણ સમાજ વ્યાપી બને છે. કેળવણી એટલે પૂર્વથીજ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ, કેળવણી શું છે ? શું તે ગ્રંથોનો અભ્યાસ છે ? ના શું તે વિવિધ પ્રકારનું જ્ઞાન છે ? તે પણ નથી જે અભ્યાસ થી ઈચ્છા શક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયત્રણ હેઠળ લાવી શકાય તે તથા ફળદાયી બનાવી શકાય તે છે કેળવણી, કેળવણી મનુષ્યનું નિર્માણ કરનારી હોવી જોઈએ મનુષ્ય નિર્માણ દ્વારાજ રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે ફક્ત ઇન્ફાસ્ટ્રકચર ઉભા કરવાથી રાષ્ટ્ર નિર્માણ થતું નથી મનુષ્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ થાય છે, રાષ્ટ્ર નું પુનૃરુત્થાન થાય છે. એક તોફાની છોકરાને તોફાન ન કરે તે માટે તેના પિતાએ ભારતના નકશા ના ટુકડા કરી તે જોડવા કહ્યું બાળકને ભારતની ભૂગોળ ખબર ન હતી તેને એ ટુકડા ઓ ને જોયા તો તેમાં તેને માનવ ચહેરો અને બીજા અંગો જોવા મળ્યા તેને નકશાની પાછળ રહેલી માનવ આકૃતિ ને જોડી દીધી તે આગળ ભારતનો નકશો તૈયાર થઇ ગયો આમ કેળવણીનું કામ માનવ નિર્માણ કરવાનું છે તો રાષ્ટ્ર તો આપો આપ નિર્માણ પામશે. આઝાદી પછી ડો. કોઠારી તથા ડો.રાધાકૃષ્ણ કામિશનોએ મૂલ્ય નિષ્ઠ શિક્ષણની વાત કરી પરંતુ! તેની અવગણના કરવામાં આવી. ભતૃહરી એ નીતિશતક ના શ્લોક ૭૫ માં સમાજમાં ચાર પ્રકારના મનુષ્ય કહ્યા છે, एते सत्पुरुषा: पराथधटका: स्वरथान्यरित्यण्य ये सामान्य्स्तु परारथमुधम भुत: स्वार्थाविरोधने ये | तएमी मनुष्यराक्षसा : परहितंम् स्वार्थाय निदनन्ति ये ये निदनन्ति निर्थकं परहितं ते के न जानीमहे || આમ પ્રથમ પ્રકાર છે સત્પુરૂષ જેઓ નિસ્વાર્થ ભાવે બીજા ની સેવા કરે છે બીજા છે સામાન્ય મનુષ્યો જે પ્રથમ પોતાનું ભલું કરે પછે બીજાનું ત્રીજા છે તે મનુષ્ય રાક્ષસ જે દેખાય છે તો માણસ જેવા પણ તેની વૃતિ રાક્ષસ જેવી હોય છે જેમ કે કોઈ ઈજનેર એક પુલ કે ડેમ બનાવે અને તે તેમાં ખુબ ભ્રષ્ટાચાર કરે અને એ પુલ કે ડેમ તૂટે તો તે આનદિત હોય છે કારણ કે ડેમ તુટ્યો પણ તેનો તો બંગલો બની ગયો એજ રીતે ડોકટરો આજ રીતે હાલની પરિસ્થિતી ને અનુરૂપ એક પ્રકાર ઉમેરી શકાય છે જેને બીજાનું નુકશાન કરી કહીજ મળતું ના હોવા છતાં તે બીજા ને નુકશાન કરી આનદ મેળવે છે તે આંતકવાદી ઓને માટે તો ત્રીજો પ્રકાર પણ ઓછો પડે આજે રાષ્ટ્રમાં જે કટોકટી છે તે વાસ્તવમાં ચારીત્ર્યની કટોકટી છે આજે એવી સસ્થાઓની જરૂર છે જે ચારીત્ર્ય નિર્માણ કરે. વ્યક્તિ પોતાની જીવનના અગત્યના ૧૫ વર્ષ કેળવણી પાછળ ગાળે છે એ કાઈ ઓછો સમય ગાળો નથી છતાં પણ વ્યક્તિ ભ્રષ્ટાચારી બને તો તેનો શું અર્થ છે ?. રવીન્દ્રનાથ ટાગોર કહેતા કે , બાળપણ થી કિશોરાવસ્થા અને ફરી કિશોરાવસ્થા થી પુખ્તાવસ્થા દરમ્યાન આપણે આપણી ઝુકી ગયેલી પીઠ પર શબ્દોનો ભાર લઇ ફરનારા શિક્ષણની દેવીના મજૂરો બની ગયા છે. યુવાનોને જીવન નિર્વાહ કેવી રીતે કરવો તે શીખવે પરંતુ જીવન કેવી રીતે જીવવું તે ન શીખવે તો તે શિક્ષણ શું કામનું આવી શિક્ષણ વ્યવસ્થાનો કશો અર્થ નથી, જે સમાજમાં સફળતાનો માપ દંડ ફક્ત પેસા જ છે તેમાં બંધબેસે એવા બિનસર્જનાત્મક બાળકોને ઉત્પન કરવા તરફ આપણે કેમ ઢળેલાં છીએ. આપણે શિક્ષણને કઈક જૂદી રીતે જોવું જોઈએ શિક્ષણ એ જીવન માટે ની પૂર્વ તેયારી નથી પરંતુ શિક્ષણ પોતેજ જીવન છે. પક્ષીઓને ક્યારેય તમે ગુફામાં કલરવ કરતા જોયા છે ? તે તો ખુલ્લા આકાશમાંજ કલરવ કરી શકે, આવી શાળાઓ ક્યાં ? આપણે જાણીએ છીએ કે શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી જીજ્ઞાસા ખતમ થાય જાય છે, જો તે જીવંત રહે તો તે ખરેખર ચમત્કાર કહેવાશે, ખરેખર તો બાળકો જ્ઞાન ની પાછળ પડ્યા હોવા જોઈએ નહિ કે જ્ઞાન બાળકની પાછળ. શિક્ષણ વ્યવસ્થા નથી. જગતમાં તો એવું કહેવાયું છે કે શિક્ષણ આપવું તે એક ઉમદા પ્રકારનો વ્યવસાય છે પશ્ન એ છે કે શિક્ષણને વ્યવસાય કે ધંધો ગણવો શું યોગ્ય છે ? શું સર્વ વ્યવસાયોમાં શિક્ષણ વ્યવસાય શ્રેષ્ઠ છે ? આ તો એવું કહેવા બરાબર છે કે પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, એકવાર અકબરના દરબાર માં પશ્ન પૂછવામાં આવ્યો કે ભારતની સૌથી પવિત્ર નદી કઈ છે દરેક દરબારીનો જવાબ હતો ગંગા પરંતુ બીરબલનો જવાબ હતો યમુના બીરબલે તેનું કારણ આપતા કહ્યું કે યમુના ના તટ પર કૃષ્ણ એ અનેક લીલાઓ કરી છે, તેના વાસળીના સુર ઉપર ગોપીઓ નાચી છે માટે તે પવિત્ર નદી છે, ગંગા નદી છે ? નાં તે નદી નથી તે તો સર્વપાપહારી છે, ગંગા તો જ્ઞાન નો પ્રવાહ છે, આમ શિક્ષણ પણ ગંગા જેવું છે. આમ શિક્ષણ કોઈ વ્યવસાય નથી તે તો જ્ઞાનનો પ્રવાહ છે, આપણે આપની શિક્ષણ પ્રત્યેની દ્રષ્ટિ બદલાવી પડશે.

6293 Comments